સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

હાઇકું - સૌરભ :


નિશાળે જવું


ભણતરનો બોજ


હાંફતો થેલો .


બની શકાય


જો બાળ નાનું ફરી,


શૈશવ માણું .


મોંઘવારી નું


માયાવી છળ, હાય... ...


પ્રજા બેહાલ .

લેખક મિત્ર : શ્રી અમૃતભાઇ સી. આહીર [એમ.એ.;બી.એડ્.] મ.શિ., કે. એન્ડ એમ. પી. પટેલ સાર્વજનિક વિદ્યાલય, અમરોલી-સુરત .
માવજીભાઈ ડોટ કોમ એ માવજીભાઈએ ગુજરાતી ભાષાના ચાહકો માટે ખોલેલું નવા જમાનાનું નવા પ્રકારનું પરબ છે! Click Link: http://www.mavjibhai.com/
© Reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.