સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

About Me

કે.એન્ડ એમ.પી.પટેલ સાર્વજનિક વિદ્યાલય
અમરોલી - સુરત


~ પ્રમાણપત્ર ~

               અમારી શાળાનાં ગણિત વિષયનાં શિક્ષક શ્રી મુકેશ બળવંતરાય મેરાઈ કે જે CAL (Computer Aided Learning) પ્રેઝન્ટેશન માટેનાં મલ્ટીમીડિયા કલાસરૂમ તથા ICT@Schools Project :Computer Lab ના ઇન્ચાર્જ તથા ઇન્ટેલનાં માસ્ટર ટ્રેનર્સ (M.T.) છે. તા.૧૦-૦૭-૧૯૯૭ થી તા.૨૪-૦૪-૨૦૦૩ સુધી તેમણે શ્રી પ્રતાપ હાઇસ્કુલ,વાંસદા,જિ.નવસારી માં પોતાની સેવાં આપી હતી.અમારી શાળામાં તેઓ તા. ૨૫ - ૦૪ - ૨૦૦૩ થી ગણિત - વિજ્ઞાન વિષયનાં શિક્ષક તરીકે સેવા આપી રહયા છે.
             વર્ષ ૨૦૦૪ થી ગણિત વિષયનાં તજજ્ઞ (R.P. અને K.R.P.) તરીકે તેમની સેવા આપી રહયા છે તથા SVSકક્ષાનાં વિજ્ઞાન પ્રદર્શનોમાં પણ નિર્ણાયક તરીકે તેમની સેવા આપી છે.તેઓ શાળાકીય ગણિત - વિજ્ઞાન વિષયને લગતી તમામ પ્રવૃતિઓમાં રસપૂર્વક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી તેમની સેવા આપે છે.તેમની સુરત જીલ્લામાંથી ધોરણ -૧૦ ગણિત વિષયનાં તજજ્ઞ તરીકે રાજ્ય કક્ષાએ શૈક્ષણિક પ્રોગ્રામોનું પ્રસારણ કરતા બાયસેગ સ્ટુડીઓ,ગાંધીનગર દ્વારા પ્રસારિત કાર્યક્રમમાં પસંદગી કરવામાં આવી હતી.તેમના શૈક્ષણિક કાર્યક્રમનું ૬ કલાક્નું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવ્યું હતું.તે બદલ સમગ્ર શાળા પરિવાર તથા સાર્વજનિક કેળવણી મંડળ વતી તેમને અભિનંદન પાઠવવામાં આવે છે.
              તેઓ તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ઉતરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના સહ.

                                                                                                                    આચાર્યશ્રી

                                                                                                        શ્રી ગુણવંત આર. બારોટ© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.