સુવિચાર : ~ જગતમાં મહાન મહાનુભાવો બની શક્યા છે, કારણ કે તેઓએ સ્વપ્નો જોયાં છે.તે જોયાં પછી તેઓનો પહેલો પ્રશ્ન હોય છે: “શા માટે?” અને બીજો પ્રશ્ન હોય છે: ”કઈ રીતે?”…..વિચારજો ~ ~ "વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે" ~ ~ " જે નથી તેને પામવાની લ્હાય માં ક્યારેક માણસ પાસે જે છે તે પણ તેને દેખાતું નથી શાણપણના સૂત્રો:~દલીલથી સામેની વ્યક્તિને ચૂપ કરી શકશો, જીતી નહિ શકો.~સમૃદ્ધિવેળાએ મિત્રો મળે છે,વિપત્તિવેળાએ તેમની કસોટી થાય છે.~કોઈ પણ ટેવને જો રોકવામાં નહિ આવે તો તે જરૂરિયાત બની જશે.~જ્યારે બધાના વિચાર સમાન હોય, ત્યારે કોઈ વિચારતું હોતું નથી.~મિત્રોની ટીકા ખાનગીમાં કરો. જાહેરમાં તો તેની પ્રશંસા કરો.~

II સત્યમેવ જયતે II

Aamir Asks
SMS Question: Do you want a strong and specific law against the sexual abuse of children? SMS Y for Yes, or N for No, and send to 5782711.

Please Send SMS or Email Visit : http://satyamevjayate.in/
આમિરનાસત્યમેવ જયતે’એ ફૂંકી ગુજરાતમાં આંધી, થઈ નવી પહેલ.
- બદલાયેલી મેન્ટાલિટીથી આશાનું કિરણ
- અનેક કપલ્સ તો કુળદીપકના બદલે ફકત દીકરી જ ઇચ્છે છે
- યંગસ્ટર્સ સેવ ગર્લ કેમ્પેન માટે એક્ટિવિટીનું પ્લાનિંગ કરી રહ્યા છે
આમિર ખાનના શો ‘સત્યમેવ જયતે’માં સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે ચોંકાવનારો અને ચિંતા ઉપજાવનારો ચિતાર રજુ કરાતાં જ દેશભરમાં બેટી બચાવો કેમ્પેન પરની ડિબેટને નવું બળ મળ્યું છે. બીજી તરફ ગુજરાત સરકારે પણ ઓનલાઇન પહેલ કરી સેવ ધ ગર્લ ચાઇલ્ડ પર વેબસાઇટ લોન્ચ કરી છે.
સરકારની પહેલ :
હવેથી ગુજરાત સરકારની વેબસાઇટ www.betivadhavo.com પર સોનોગ્રાફી માટેનું ફોર્મ ઓનલાઇન ભરી શકાશે. એ સિવાય પ્રિ-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિકસ એક્ટ, ૧૯૯૪ને વાયોલેટ કરતી ફરિયાદ પણ નોંધવામાં આવશે. સ્ત્રી ભ્રૂણ હત્યા સંબંધિત ડેટા આ વેબસાઇટ પરથી મેળવી શકાશે. હેલ્થ મિનસ્ટિ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી આ વેબસાઇટ માટે કલેક્ટર્સને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. સ્ત્રી ભ્રૂણ હત્યા કરતા ડોક્ટર્સનો પર્દાફાશ કરવા સ્ટિંગ ઓપરેશન કેવી રીતે કરવું એ પણ શીખવવામાં આવ્યું હતું. હવેથી અલ્ટ્રા સાઉન્ડ મશીનનું કમ્પલસરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એટલું જ નહિ મેટરનિટી હા‹મ અને પ્રાઇવેટ ક્લિનિક્સનું સમયાંતરે ચેકિંગ પણ કરાશે. રાજ્ય સરકાર હોર્ડિંગ્સ, વોલ પેઇન્ટિંગ્સ, કેમ્પ્સ અને રેલી દ્વારા બેટી બચાવોનો સંદેશો પહોંચાડશે.
તોય ચિંતાની વાત ખરી :
સુરત મ્યુનિસપિલ કોર્પોરેશનના લેટેસ્ટ આંકડા અનુસાર સુરતમાં ૨૦૧૧માં ૩૭,૯૮૯ બોય્ઝની સામે ૩૦,૫૭૦ ગર્લનો જન્મ થયો હતો.
- સૌજન્ય : http://www.divyabhaskar.co.in
© reserved by 'શિક્ષણ મિત્ર' Developed & Managed by Mr.Mukesh Merai &. Powered by Blogger.