આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વીમિંગપૂલના સઘળા નિયમોનું પાલન કરવાનું
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે
અમથુ કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો
'આઉટડેટ' થયેલો વડલો મારી કાઢે છે ભૂલો
-કૃષ્ણ દવે
મિત્રો , આ બ્લોગ વિશે આપનો અભિપ્રાય જણાવશો.અભિપ્રાય માટે અહીં ક્લીક કરો :
http://mukeshmerai.123guestbook.com/
Education is the best friend. An educated person is respected everywhere. Education beats the beauty and the youth. -Charnakya